હાંસોટના પંડવાઈ ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે શેરડી પીલાણ નો પ્રારંભ કરવામાં આવ્યો

  • પંડવાઈ સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં પીલાણ કાર્ય શરૂ કરાયુ
  • સુગર ના ડિરેક્ટર અને સભ્યો ની હાજરી માં પ્રારંભ કરવામાં આવ્યો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ ખાતે આવેલ અને ખેડૂતો ની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે સંસ્થા ના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં શાસ્ત્રોક વિધિ દ્વારા શેરડી પીલાણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને હાંસોટ ,અંકલેશ્વર ,વાલિયા તેમજ સુરત જિલ્લાના ઓલપાડ ,માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે સુગર ના ચેરમેન અને અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં આ સુગર ના ડીરેકટર જસવંતભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ના હસ્તે શેરડી પીલાણ નું શાસ્ત્રોક વિધિ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જો કે પાછોતરો વરસાદ ના કારણે શેરડી પીલાણ નું કાર્ય પાછું ઠેલાય હતું

આ પ્રસંગે સુગર ના વાઇસ ચેરમેન અને અંકલેશ્વર તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ, ,સુગર ના ડિરેક્ટર નટવરભાઈ વસાવા સહીત ના ડિરેક્ટર અને સુગર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શેરડી પીલાણ નો પ્રારંભ કરાવ્યો હતો. ગત સીઝન કરતા ચાલુ સિઝનમાં વધુ પીલાણ સાથે અંદાજે 7 લાખ મેટ્રિક ટન પીલાણ થવાનો અંદાજ મુક્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *