સરદાર ચોક, કુડાસણ ખાતે શહેર ભાજપ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે આઝાદીના લડવૈયા, ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, આઝાદી બાદ દેશના એકીકરણનું ભગીરથ કાર્ય કરનાર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે શહેર ભાજપ દ્વારા સરદાર ચોક, કુડાસણ સ્થિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ડૅ. મેંયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંત પટેલ, અગ્રણીશ્રીઓ, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી શ્રી સરદાર પટેલને પુષ્પમાળા અર્પણ કરી તેમના દેશ માટેના અમૂલ્ય યોગદાનને વંદનસહ બિરદાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *