
રિપોર્ટ : ચિરાગ પાંડેય
શહેરના માંજલપુર વિસ્તારમાં અનેક વર્ષોથી ધાર્મિક, સાંસ્કૃતિક એવમ સામાજિક તથા માનવતાલક્ષી કાર્યોની સુવાસ પ્રસરાવવા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અવિરતપણે કાર્યરત છે. આજે જયારે સમગ્ર વિશ્વભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રચલિત પારંપરિક પર્વદિપાવલી એવમ નૂતનવર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે ત્યારે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર નૂતન વર્ષ નિમિતે શ્રી ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં શ્રીપ્રભુ ને 15 ડબ્બા ઘી ની સામગ્રી તથા 300 કિલો સખડી (ભાત) નો ભોગ ધરાવાયો હતો. શ્રી પ્રભુને અન્નકુટમાં વિધવિધભોગ-સામગ્રી ધરાવવામાં આવી. સુંદર કલાત્મક રીતે સામગ્રી સજાવટ કરીને મધ્યમાં સખડી નો સુંદર શિખર બનાવવામાં આવ્યો હતો.

આ ભવ્ય અન્નકુટ મનોરથ દર્શનાર્થે 7000 થી પણ વધુ વૈષ્ણવો શ્રદ્ધાભેર ઉમટી પડ્યા હતા, અને અન્નકૂટ દર્શન નો લાભ લઈ કૃતાર્થ થયા. સાથે સાથે પૂજ્ય શ્રી ના આશીર્વાદ પણ ગ્રહણ કર્યા.
