ભાજપના ગઢ ખંભાતમાં મયુર રાવલને અભૂતપૂર્વ આવકાર મારામાં પાર્ટી અને નાગરિકોએ વિશ્વાસ મુક્યો છે તે મારી જીત છે-:શ્રી મયુરભાઈ રાવલ

રિપોર્ટ : બીના પટેલ

ઠેર ઠેર સહુના પ્રિય એવા મયુરભાઈ રાવલને અભૂતપૂર્વ પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ બહુમતી સાથે વિજય અપાવવા સક્રિય બન્યા ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અંતર્ગત ખંભાત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી મયુરભાઈ રાવલે જુદા-જુદા વિસ્તારોમાં ખાટલા બેઠકો અને જનસંપર્ક કર્યો હતો. ઠેર ઠેર સહુના પ્રિય એવા મયુરભાઈ રાવલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છ.ગામે ગામ ભાજપને જીતાડવા વિવિધ ટીમ સક્રિય બની છે.1 હજાર કરોડના વિકાસના કામોને પગલે સ્થાનિકોમાં પણ મયુર રાવલને વિજયી બનાવવા આનંદ જોવા મળી રહ્યો છે. આ અંગે મયુર રાવલે જણાવ્યું હતું કે,ઠેર ઠેર ગ્રામજનોએ એક બની ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ બહુમતી સાથે વિજય અપાવવા સક્રિય બન્યા છે તે મારા માટે ગૌરવ છે. મારામાં પાર્ટી અને નાગરિકોએ વિશ્વાસ મુક્યો છે તે મારી જીત છે . ચૂંટણી પ્રચારમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભીખાભાઇ પટેલ, મહામંત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રતિનિધિશ્રી મનીષભાઈ પટેલ, ખ.વે સંઘ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ, જીલ્લા કિસાન મોરચા મહામંત્રી નટુભાઈ મકવાણા, વિસ્તારના અગ્રણી પુનાભાઈ ભરવાડ, જિલ્લા યુવા મોરચા મંત્રી નિલેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *