




તલોદ તાલુકા બાદ હવે પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં મોડી સાંજ સુધી વેગવંતા પ્રચારમાં ચિક્કાર જનમેદની
ગજેન્દ્રસિંહ પરમારને જંગી બહુમતિથી જીતાડવા માટે લોકો આતુર ગામે ગામ ધારાસભ્યનું ભવ્યાતિભવ્ય સ્વાગત
(મનુભાઈ નાયી, હિંમતનગર)
સાબરકાંઠા જિલ્લાની તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શિયાળાની કાતિલ ઠંડીમાં પણ મોડી સાંજ સુધી પ્રચાર ધમધમતો જાેવા મળી રહ્યો છે અને ગામે ગામ તેમની સભાઓમાં ચિક્કાર જનમેદની જાેવા મળી રહી છે. ધારાસભ્યને જંગી બહુમતિથી જીતાડવા માટે લોકો આતુર બન્યા છે અને ધારાસભ્યનું ગામે ગામ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારના ટેકેદારો અને સમર્થકો દ્વારા પ્રચાર અભિયાન વેગવંતુ બનવવામાં આવ્યું છે.
મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આજે શુક્રવારે પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં નવાપુરા, રામદેવપુરા, વાઘપુર, ભાગપુર, ગેડ, સાંપડ, રામપુર (સાં), પિલુદ્રા, મોયદ નાથાજી, મોયદ રૂપાજી, માઢા, મોરવાડ, કાટવાડ, સેજવીકપુરા, દલપુર, વજાપુર, સલાલ, રસુલપુર, પોગલું, અમીનપુરમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. દરેક ગામમાં ગજેન્દ્રસિંહ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ ધારાસભ્યને જંગી બહુમતિથી જીતાડવા માટે એક સૂર વ્યક્ત કર્યો હતો. આ તબક્કે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ ભાવવિભોર બની ગયા હતા અને લોકોના અપાર પ્રેમ મળવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં ભાજપ દ્વારા પ્રચાર અભિયાન આખરી તબક્કામાં પહોંચ્યું છે ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પણ સભાઓમાં ચિક્કાર જનમેદની ઊમટી રહી છે. દરેક ગામમાં લોકો ધારાસભ્યની નમ્રતા અને વિવેકશીલતા તેમજ મિલનસાર સ્વભાવ ઉપર આફરીન પોકારી રહ્યા છે. મંત્રી પદે પહોંચ્યા હોવા છતાં પણ ગજેન્દ્રસિંહ પરમાર હર હંમેશ સામાન્યથી સામાન્ય માણસની મદદ માટે હર હંમેશ તૈયાર રહ્યા છે એ તેમનું અનોખું વ્યક્તિત્વ છે અને લોકોમાં તેના કારણે અનહદ પ્રેમાળ બન્યા છે.
ગજેન્દ્રસિંહ પરમાર અગાઉ પણ જ્યારે તેમણે ટિકીટ મળી ત્યારે સૌથી પહેલા જનતાનો આભાર માન્યો હતો અને તેમના આશીર્વાદથી ટિકીટ મળી હોવાનું જણાવ્યું હતું. પ્રચાર સભાઓમાં પણ ગજેન્દ્રસિંહ પરમાર જનતા જનાર્દનને આભાર માની રહ્યા છે અને તેમના ચરણોમાં વંદન કરી રહ્યા છે. વિતેલા પાંચ વર્ષમાં જે રીતે જનતાનો અપાર પ્રેમ મળ્યો અને તેવો જ અપાર પ્રેમ આ ચૂંટણીમાં પણ મળશે તેને લઈ ધારાસભ્ય નિશ્ચિંત છે. તલોદ અને પ્રાંતિજ તાલુકાની જનતાની જનતામાં ગજેન્દ્રસિંહ પરમારે આકર્ષણ જમાવ્યું છે અને તેના કારણે ઠેર ઠેર ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બંને તાલુકામાં હાલ પ્રચાર અભિયાન આખરી તબક્કામાં પહોંચી ચૂક્યું છે અને ગજેન્દ્રસિંહ પરમાર ગામે ગામ લોક સંપર્ક કરીને લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે. જનતા જનાર્દન પણ ધારાસભ્યની વિતેલા પાંચ વર્ષની કામગીરીથી સંતુષ્ઠ હોવાનું પણ લોકો કહી રહ્યા છે.
