તા. 01/12/2022એ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વસ્ત્રાલ સ્થિત કેમ્પના મુખ્યાલયમાં 100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFનો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.
100 વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના 33મા સ્થાપના દિવસ નિમિત્તે શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડેન્ટ 100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના દીશા-નિર્દેશમાં વસ્ત્રાલ સ્થિત 100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF/ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના મુખ્યાલયમાં તા. 01/02/2022એ નિમ્નલિખિત કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.


સર્વપ્રથમ સ્થાપના દિવસ નિમિત્તે કમાન્ડેન્ટ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી. ત્યાર બાદ વાહિની ક્વાર્ટર ગાર્ડમાં ધ્વજારોહણ કરાયું અને સેરેમોનિયલ ગાર્ડ દ્વારા સલામી અપાઈ. તદઉપરાંત શ્રી ગોવિંદ ઉનિયાલ, કમાન્ડેન્ટ 100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF દ્વારા સૈનિક સંમેલન યોજાયું જેમાં વાહિનીની ઉપલબ્ધિઓનું વર્ણન કરાયું અને ગૌરવપૂર્ણ પરંપરાઓનું અનુકરણ કરવા માટે જવાનોને પ્રોત્સાહિત કરાયા. સાથો સાથ અધિકારી, ગૌણ અધિકારી તેમજ જવાનોને ઉચ્ચ કાર્યાલયો દ્વારા જારી કરાયેલા પ્રશસ્તિ પત્ર તથા ચંદ્રક એનાયત કરાયા. સ્થાપના દિવસના પાવન અવસરે 100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં વાહિનીના 50 જવાનો દ્વારા રક્તદાન કરાયું. સાંજે ઈન્ટર કંપની ખેલ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વાહિનીમાં તૈનાત અધિકારી, ગૌણ અધિકારી તેમજ જવાનોનનું એક સાથે રાત્રિ બડાખાનાનું આયોજન કરાયું.
100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના સ્થાપના દિવસ કાર્યક્રમનું 28/11/2022થી આયોજન કરાઈ રહ્યું છે. જે તા. 04/12/2022 સુધી જારી રહેશે. આ કાર્યક્રમમાં તા. 28/11/2022થી 29/11/200 સુધી કેમ્પ પરિસરમાં વિશેષ હથિયાર ઉપકરણોને પ્રદર્શિત કરાયા જેમાં શાંતિ એશિયાટિક સ્કૂલ તથા ગ્લોબલ એસ.એસ.વી તેમજ ક્રિસ્ટલ ઈન્ટર નેશનલ પબ્લિક સ્કૂલના બાળકોને દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના વિશેષ ઉપકરણો અંગે માહિતી અપાઈ હતી.


આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સ એક વિશેષ ફોર્સ છે જેને સી.આર.પી.એફની 10 બટાલિયનને પરિવર્તિત કરીને બનાવાઈ હતી. આ દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFનું રમખાણો, રમખાણો જેવી ઊભી થતી સ્થિતિઓ, સમાજના તમામ વર્ગો વચ્ચે વિશ્વાસ પેદા કરવા અને આંતરિક સુરક્ષા ડ્યૂટી માટે ગઠન કરાયું હતું. 100 વાહિની કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની સ્થાપના તા. 01/12/1990માં સમૂહ કેન્દ્ર નાગપુર, મહારાષ્ટ્રમાં થઈ. તા. 24/12/91માં આ વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFમાં પરિવર્તિત થઈ તથા તા.12/03/1994 સુધી સમૂહ કેન્દ્ર નાગપુર, મહારાષ્ટ્રમાં વિશેષ પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા ઉપરાંત તા.03/07/1994થી 100 વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલા વસ્ત્રાલ ગામમાં કાયદા અને વ્યવસ્થા જાળવી રાખવાના હેતુથી તૈનાત કરાઈ છે અને ત્યારથી અસામાજિક તત્વો માટે એક મોટો પડકાર ઊભો કરતા કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં સ્થાનિક પોલીસની સહાયક બની રહી છે. 100 વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFનો મુખ્ય ઉદ્દેશ્ય સમાન્ય પ્રજાની વચ્ચે જઈને પોલીસની છબીને વધુ મજબૂત બનાવવાનો છે.
શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડેન્ટ-100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF દ્વારા વાહિનીના સ્થાપના દિવસ પર તમામ અધિકારી, ગૌણ અધિકારીઓ તેમજ જવાનો તથા તેમના પરિવારજનોને શુભકામના આપી.