અનગઢ અને મોટી કોરલ ગામે માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો :  માછીમારો મતદાન માટે થયા સંકલ્પબદ્ધ

 વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં  મહત્તમ મતદાન થાય તે માટે અવસર લોકશાહીનો અભિયાન હેઠળ મતદાર અને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

        જેના ભાગરૂપે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરા દ્વારા  જિલ્લાના માછીમાર વસ્તી ધરાવતા ગામો માછીમાર મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં માછીમારોને મતદાનના મહત્વ વિશે સમજ પૂરી પાડવામાં આવી હતી.

    વડોદરા તાલુકાના અનગઢ  અને કરજણ તાલુકાના મોટી કોરલ ગામ માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં માછીમારો મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *