પ્રાંતિજ-તલોદ બેઠકના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારનો પ્રચારના અંતિમ દિવસે સલાલમાં ઝંઝાવાતી જનસંપર્ક


(મનુભાઈ નાયી,પ્રાંતિજ
૧૪ જિલ્લાની ૯૩ વિધાનસભા બેઠકો માટે આજે શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે ત્યારે એ પહેલાં ઉમેદવારોએ ઝંઝાવાતી પ્રચાર અને રોડ શો પણ કર્યા હતા. સાબરકાંઠાની તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા અંતિમ દિવસે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં સલાલમાં જન સંપર્ક અભિયાન હાથ ધરાયું હતું અને લોકોને ડોર ટુ ડોર મળીને ભાજપને જંગી મતથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ તલોદના બાવળ ગોળ કડવા પાટીદાર સમાજે પણ ગજેન્દ્રસિંહ પરમારને સમર્થન જાહેર કર્યું હતું અને જંગી લીડથી જીતાડવા માટે હૂંકાર કર્યો હતો.
સાબરકાંઠાની તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આજે શનિવારે સાંજે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં સલાલમાં ઝંઝાવાતી જનસંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ભાજપને જંગી મતની લીડથી જીતાડવા માટે હૂંકાર કર્યો હતો. સલાલમાં ગજેન્દ્રસિંહ પરમારને પ્રચંડ જન સમર્થન મળ્યું હતું અને મોટી સંખ્યામાં તેમની સાથે લોકો જાેડાયા હતા. ગજેન્દ્રસિંહ પરમાર સાથે સરપંચ રાજુભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ દિલીપસિંહ પરમાર, તાલુકા સદસ્ય દક્ષાબેન શર્મા, યુવા ભાજપ મોરચાના પ્રમુખ વિપુલભાઈ શર્મા, માર્કેટયાર્ડ ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપના નિર્ભિયસિંહ રાઠોડ, શૈલેષભાઈ બારૈયા, સંજયભાઈ શર્મા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ યુવાનો જન સંપર્કમાં જાેડાયા હતા. બીજી તરફ તલોદના બાવન ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા ગજેન્દ્રસિંહ પરમારને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. ઉજેડીયા વિભાગના પટેલ સમાજના યુવાનો દ્વારા ગજેન્દ્રસિંહ પરમારને વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરોલ, વક્તાપુર, તોરણીયા, ઉજેડીયા, સલાટપુર, વલીયમપુરા, જવાનપુરા ગામના પટેલ સમાજ દ્વારા જન સમર્થન મળ્યું હતું. આ પ્રસંગે યુવા પાટીદાર આગેવાન કમલેશભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, તોરણીયા ભરતભાઈ પટેલ, વલીયમપુરા સરપંચ ગૌતમભાઈ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન સંજયભાઈ પટેલ, શહેર મંત્રી વિનુભાઈ સુથાર, તાલુકા સંઘ ચેરમેન મહેશભાઈ પંડ્યા સહીત હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *