

૧૧ દિવ્યાંગો ને અપંગતા પૂરક સહાયક સાધનોનું કરવામાં આવ્યું વિતરણ…

સયાજી હોસ્પિટલમાં જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા આજે વિશ્વ દિવ્યાંગ ( કલ્યાણ ) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.યાદ રહે કે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ આ દિવસ દિવ્યાંગ સહાયક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર અને પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ દિવ્યાંગો ને અપંગતા ની ખોટ પૂરવામાં સહાયક સાધનો નું વિતરણ કરવામાં આવ્યું જેનો ૧૧ લોકોને લાભ મળ્યો હતો. આ લોકોને શ્રવણ યંત્રો,કૃત્રિમ અવયવો અને ઓર્થોસિસ તેમજ વ્હીલ ચેર આપવામાં આવ્યા હતા.