









સુરત શહેરના રહેવાસીઓને નેશનલ હાઈવે નં.૪૮ સુધી સીધી કનેકટીવીટી મળી રહે તે હેતુથી ભીમરાડ ખાડી બ્રિજ થી કરાડવા ગામ જંકશન થી સુરત મહાનગરપાલિકા લિમિટ સુધી સાકારિત થનાર સી.સી.રોડ, ફલાય ઓવર બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ તથા કેનાલ રોડની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી શકાય તે હેતુસર માન. મ્યુનિ. કમિશનરશ્રીની સ્થળ મુલાકાત.
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ભીમરાડ ખાડી બ્રિજ થી કરાડવા જંકશન ગામથી સુરત મહાનગરપાલિકા લિમિટ સુધીના રસ્તાને સિમેન્ટ કોંક્રિટ સહિત બીટયુમિનસ સર્વિસ રોડ, પાર્કિંગ, ફૂટપાથ, સાયકલ ટ્રેક,સ્ટ્રીટ લાઈટ, સ્ટ્રીટ ફર્નિચર તરીકે ડેવલપ કરવાની તેમજ ફલાય ઓવર બ્રિજ અને રેલ્વે ઓવર બ્રિજ તથા સુડા વિસ્તારમાં આવતી ભેસ્તાન માઈનોર કેનાલ ઉપર ડામર રસ્તો બનાવવા સહિતની નીચે જણાવ્યાં મુજબની હાલમાં કાર્યરત કામગીરીનું આજરોજ માન. મ્યુનિ. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, યબક ધ્વારા સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી પ્રગતિશીલ કામગીરીની સમીક્ષા કરી જે તે કામગીરી સમયમર્યાદા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા અંગે સંબંધિતને સૂચના આપવામાં આવી.
• સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ભીમરાડ ખાડી બ્રિજ થી તિરૂપતી સર્કલ થઈ સિધ્ધાર્થનગર ચફખ સુધીના પ.૩પ કિ.મી. લંબાઈ અને ૪પ મીટર પહોળાઈ પૈકી સિમેન્ટ કોંક્રિટ રસ્તાની પહોળાઈ બંને તરફ ૧૦.પ૦ મીટર,સીટીંગ પાર્કિંગની પહોળાઈ બંને તરફ ર.૭પ મીટર,સર્વિસ રોડની પહોળાઈ બંને તરફ ૪.પ૦ મીટર,સાયકલ ટ્રેકની પહોળાઈ બંને તરફ ૧.પ૦ મીટર, ફુટપાથની પહોળાઈ બંને તરફ ર.પ૦ મીટર અને સેન્ટર મીડીયનની પહોળાઈ ૧.પ૦ મીટર રસ્તાને સિમેન્ટ કોંક્રિટ સહિત બીટયુમિનસ સર્વિસ રોડ, પાર્કિંગ, ફૂટપાથ,સાયકલ ટ્રેક,સ્ટ્રીટ લાઈટ, સ્ટ્રીટ ફર્નિચર તરીકે કુલ રૂા.૭ર કરોડના ખર્ચે ડેવલપ કરવાની કામગીરી.
• સુરત મહાનગરપાલિકા ધ્વારા વડોદ– ભીમરાડથી શરૂ થઈ નવીન ફલોરીન જંકશન પાસે સુરત– નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર પ૦ર મી. લંબાઈ તથા રર.૮૦ મીટર પહોળાઈનો ફલાય ઓવર બ્રિજ તથા સુરત–મુંબઈ મેઈન રેલ્વે લાઈન પર કિ.મી. રપ૮/ર૦ –રપ૮/રર પર સિધ્ધાર્થનગર કેનાલ પર સુરત–નવસારી મેઈન રેાડ અને કરાડવા વિસ્તારને જોડતો ૯૭૯.૪૦ મીટર લંબાઈ તથા રર.૮૦ મીટર પહોળાઈનો રેલ્વે ઓવર બ્રિજ કુલ રૂા.૯૪ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી.
• સુરત શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારમાં આવતી ભેસ્તાન માઈનોર કેનાલ પરના ડી.પી.–ર૦૩પના ૪પ.૦૦ મીટર કેનાલ રોડ કરાડવા જંકશન ગામથી સુરત મહાનગરપાલિકા લિમિટ સુધી ૭.૦૦ મીટર પહોળાઈ અને ૦.૭પ૦ કિ.મી. લંબાઈનો ડામર રસ્તો રૂા.૧.૯૩ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી. સદર ઉકત સી.સી. રોડ તથા ફલાય ઓવર બ્રિજ અને રેલ્વે ઓવર બ્રિજ ડેવલપ થયેથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે તેમજ ટ્રાફીકનું ભારણ ઘટતા પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથોસાથ લોકોના સમય અને ઈંધણમાં પણ બચત થાય તેમ છે. સુરત મહાનગરપાલિકાના વેસુ, અલથાણ, મગદલ્લા, ભીમરાડ, સરથાણા, વડોદ, ભેસ્તાન, બમરોલી, ઉન, પાંડેસરા, ડિંડોલી, ખરવાસા, કરાડવા જેવા મુખ્ય તથા અગત્યના વિસ્તારોને નેશનલ હાઈવે નં.૪૮ની સીધી કનેકટીવીટી મળી રહેશે. સિધ્ધાર્થનગર ચફખ થી નેશનલ હાઈવે નં.૪૮ સુધીનું અંદાજિત અંતર ૧૧.પ૦ કિ.મી. છે. આ રસ્તો ડેવલપ થયેથી પાંડેસરા,ભેસ્તાન,બમરોલી જેવા વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમોને સીધી નેશનલ હાઈવે નંબર ૪૮ની કનેકટીવીટી મળશે અને સુરત નવસારી રોડ, ડિંડોલી–ખરવાસા રોડ વિગેરે જેવા મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે. વધુમાં હયાત રસ્તાના કાચા ભાગમાં થતી ગંદકી અને બિનજરૂરી દબાણ દુર થઈ શકશે તથા સુરત શહેરને વધુ એક સિમેન્ટ ક્રોંકિટ રોડની હાઈ–વે તરફ જતી સીધી કનેકટીવીટી મળશે. વધુમાં સદર બ્રિજ બન્યેથી સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન, સાઉથ (ઉધના) ઝોન, સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન અને ઈસ્ટ (વરાછા) ઝોન એમ કુલ ૦૪ ઝોનની વચ્ચ્ો એક નવી કનેકટીવીટી મળતા સદર વિસ્તારના રહેવાસીઓને વાહન વ્યવહારમાં સરળતા ઉપલબ્ધ થાય તેમ છે.