અંકલેશ્વર નીલ માધવ રેસિડેન્સી ખાતે શિવ મંદિરની નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ

સંતો-મહંતો ની હાજરી માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ કરાઈ : નીલમાધવ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના દીવા રોડ સ્થિત નીલ માધવ રેસિડેન્સી ખાતે શિવ મંદિર ની નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. સંતો-મહંતો ની હાજરી માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નીલમાધવ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર દીવા રોડ પર આવેલ નીલ માધવ રેસિડેન્સી ખાતે સોસાયટી પરિવાર દ્વારા નિર્માણ પામનાર શિવ મંદિર ના ખાતમુહૂર્ત વિધિ સોસાયટી ગાર્ડન ક્લબ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રામકુંડ મહંત ગંગદાસબાપુ. નવા પુન ગામ લાખા હનુમાનજી મંદિર મહંત તેમજ ભાથીજી મંદિર જુના દીવા ના મહંત તેમજ પાલિકા પ્રમુખ વિનય વસાવા ની ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક વિધિ સાથે મોટી સંખ્યા માં સોસાયટી ના તમામ પરિવાર ની હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *