“બટાટાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તેમજ તેમાં આવતા રોગ અને જીવાતની ઓળખ અને નિયંત્રણ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ

રદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી “નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ” અને “હોલીસ્ટીક એપ્રોચ ઓફ એગ્રીકલ્ચર  ડેવલપમેન્ટ થ્રુ એડોપ્ટેડ વિલેજીસ ઇન નોર્થ ગુજરાત” યોજનાઓ અંતર્ગત “બટાટાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તેમજ તેમાં આવતા રોગ અને જીવાતની ઓળખ અને નિયંત્રણ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમનું આયોજન તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ યુ-ટયુબના માધ્યમથી કરવામાં આવ્યુ.  તેમાં કુલ મળી ૩૯૮ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. તાલીમની શરૂઆતમાં શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને યોજના ઇન્ચાર્જશ્રીએ સૌને આવકારી તાલીમનું મહત્વ સમજાવેલ. તાલીમમાં ડૉ. આર.એન.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક, બટાટા સંશોધન કેન્દ્રએ બટાટાના પાક વિશે વાવણીથી કાપણી સુધીની તમામ બટાટાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તથા દેશ-દુનિયા તથા ગુજરાતમાં બટાટાની વર્તમાન સ્થિતી વિષે ખેડુતોને સહ વિસ્તાર સમજ આપી. ત્યારબાદ શ્રી જે.કે.પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, બટાટા સંશોધન કેન્દ્રએ બટાટાના પાક્માં આવતા રોગો જેવા કે કોમન સ્કેબ, આગોતરો સુકારો,  પાછોતરો સુકારો, ગંઠવા કૃમી અને  બટાટાના કટકાનો કોહવારો તથા જીવાતો જેવી કે પાન ખાનારી ઇયળ, થડ કાપનારી ઇયળ, મોલ ક્રિકેટ અને ચુસિયા પ્રકારની જીવાતો વગેરેની ઓળખ અને નિયંત્રણના પગલાં તેમજ બટાટાની બીજ ઉત્પાદન પધ્ધતિ અંગેની સઘળી માહિતી ખેડૂતોને આપેલ.

તાલીમના અંતમાં શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ સૌનો આભાર માની તાલીમ પુર્ણ જાહેર કરેલ. તાલીમનું સફળ આયોજન                   શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, ડૉ. જે.કે.પટેલ, તાલીમ સહાયક, પ્રીપેરિંગ મલ્ટીમીડીયા લર્નિંગ મોડ્યુલ્સ સેલ અને યોજનામાં કામગીરી કરતા એસ.આર.એફ. દ્વારા કરવામાં આવ્યું.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *