



ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે તા.૧૪ ડિસેમ્બરે રૂપાલ ખાતે શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાથે વરદાયિની હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી તેમજ તા.૧૫ ડિસેમ્બરે મતક્ષેત્રના મોટી આદરજ ખાતે ગામના પડતર પ્રશ્નો અંગે તેમજ વિકાસકાર્યો અંગે ચર્ચા કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી અશોકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
