જીસીએસ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે AB PMJAY ગોલ્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટથી પ્રમાણિત

જીસીએસ હોસ્પિટલને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે AB PMJAY ગોલ્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી. આયુષ્માન ભારત હેઠળ 24 સ્પેશિયાલિટીઓ માટે જીસીએસ હોસ્પિટલ દર વર્ષે લગભગ 10,000 લાભાર્થીઓને સારવાર પૂરી પાડે છે, જેમાં હૃદયરોગ, મગજ અને કરોડરજ્જુ, પાચનતંત્ર , કિડનીના રોગો, આંખ, નાક ગળાના રોગો, હાડકાના રોગો, સ્ત્રીરોગ, કેન્સર અને અન્ય સ્પેશિયાલિટીની સારવારનો સમાવેશ થાય છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *