અરવલ્લી જિલ્લા યોગ કોચ જયેન્દ્ર મકવાણા દ્વારા નિ:શુલ્ક યોગ સાધના કેન્દ્ર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું


આજ રોજ અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિ:શુલ્ક યોગ સાધના કેન્દ્ર નું ભૂમિ પૂજન અરવલ્લી જિલ્લા યોગ કોચ જયેન્દ્ર મકવાણા દ્વારા કરવામાં આવ્યું. “યોગ કરો નિરોગી રહો” તે સૂત્રને સાર્થક કરવા માટે અરવલ્લી જિલ્લા યોગ કોચ જયેન્દ્ર મકવાણા માલપુર તાલુકાના મહીયાપુર મુકામે નિ:શુલ્ક યોગ સાધના કેન્દ્રનું ભૂમિ પૂજન કર્યું હતું. અરવલ્લી જિલ્લાની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે આપની સુખાકારીની કામના કરતા અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક યોગ સાધના કેન્દ્ર શરૂ કરવા જઈ રહેલ છે જેમાં દવા વગર કુદરતી રીતે યોગ દ્વારા ઉપચાર કરવામાં આવશે. જેવા કે જાડાપણું, તળાવ મુક્તિ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અનિંદ્રા પીઠની પીડા, સર્વાઇકલ, સંધિવા, એસિડિટી,ઇમન્યુન સિસ્ટમ, જેવા તમામ રોગ યોગ દ્વારા દૂર કરવામાં આવશે તેમને વધુમાં જણાવ્યું હતું કે યોગ થી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં યોગ દ્વારા ઘણા લોકોના જીવ બચાવ્યા છે ત્યારે તેમની કાર્યશૈલી જોઈ ગુજરાત સરકાર દ્વારા માન. શ્રી રાજ્યપાલ દેવવ્રત અને માન.શ્રી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લા ને યોગમય બનાવવા માટે તે હંમેશા તત્પર રહે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *