
અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં જિલ્લામાં યોજાતા સેવાસેતું કાર્યક્રમ, PMJAY કાર્ડ વિતરણ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા અને ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
