ડાંગ જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 17:
આહવા-સુરત (સાંજે 4:30) બસ પુન: સત્વરે શરૂ કરવાની નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની રજુઆત સંદર્ભે, ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ તાત્કાલિક આ બસ રૂટ શરૂ કરવાની ડેપો મેનેજરને સૂચના આપી છે.

ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લાના પદાધિકારીઓની રજુઆત સંદર્ભે સત્વરે કાર્યવાહી હાથ ધરી, આવી રજુઆતોનુ હકારાત્મક નિરાકરણ લાવવાની સૂચના આપતા કલેકટરશ્રીએ, જિલ્લા અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્યવાહી હાથ ધરવાની હિમાયત કરી હતી.

બેઠકમા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે બસ રૂટ ઉપરાંત સાદડવિહિર પાણી પુરવઠા યોજનાના ડેમનુ દુરસ્તી કામ, આદિજાતિ સાંસ્કૃતિક ભવનનુ નિર્માણ, જિલ્લાની મીની પાઇપ લાઈન આધારિત પાણી પુરવઠા યોજનાઓ, સોશિયલ મીડિયામા ડેમ બાબતે પ્રજાજનોને ગેરમાર્ગે દોરતા મેસેજ ફેલાવતા વ્યક્તિઓ જેવા મુદ્દે વિસ્તૃત રજઆત કરી, તેના નિરાકરણ અંગેની અપીલ કરી હતી.

ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે વઘઈ આઈ.ટી.આઈ જતા માર્ગનુ દુરસ્તી કામ, ખેતીવાડી માધ્યમિક શાળાનુ જર્જરીત મકાન, વઘઈ પ્રાથમિક શાળાનો સમય, આહવાની આદર્શ નિવાસી શાળાના પ્લોટના અન અધિકૃત દબાણ સહિત સુસરદા ડેમ જેવા પ્રશ્નો વિસ્તૃત છણાવટ સાથે સાનુકૂળ કાર્યવાહીની હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લા કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ સંબધિત અમલીકરણ અધિકારીઓને પદાધિકારીઓના પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ કરવાની સૂચના આપી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમા સમિતિના નિયમિત મુદ્દાઓ જેવા કે એ.જી.ઓડિટ પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, બાકી તુમારો, નાગરિક અધિકાર પત્રની અરજીઓ, બાકી પેંશન કેસો, વીજળીકરણ, ગ્રામસભા, સ્વચ્છ ભારત મિશન, આર.ટી.આઈ, સ્વાંતઃ સુખાય પ્રોજેક્ટ, જેવા મુદ્દાની ચર્ચા કરી કલેકટર શ્રી જાડેજાએ, અમલીકરણ અધિકારીઓને સંકલનના પત્રકો ચોકસાઈપૂર્વક રજૂ કરવા, અને આ બાબતે અંગત કાળજી રાખવા સૂચન કર્યું હતુ.

ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી, કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ બદલ સૌને અભિનંદન પાઠવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આવનારા કાર્યક્રમો, યોજનાઓના અમલીકરણમા પણ સૌને એકજુટ થઈને કામગીરી બજાવવાની હાંકલ કરી હતી.

દરમિયાન નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિતે જિલ્લા અધિકારીઓને, સશસ્ત્ર સેના ધ્વજદિનનો ફાળો સમયસર જમા કરાવવાની અપીલ કરી, બેઠકની કાર્યવાહી સંભાળી હતી. શ્રી ગાવિતે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તથા સાયકલ સહાય યોજનાની ઓનલાઈન એન્ટ્રી બાબતે પણ માર્ગદર્શન આપી, જિલ્લા વહીવટી તંત્ર વતી, ધારાસભ્યશ્રીની ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તરીકે થયેલી પસંદગી બાબતે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠકમા જિલ્લા પોલીસ વડા શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાયોજના વહીવટીદાર શ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.બી.તબિયાડ, પ્રાંત અધિકારી શ્રી રવિન્દ્રસિંહજી ચૌહાણ, કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી એસ.આર.પટેલ, હેમંત ઢીમ્મર, રાજુભાઇ ચૌધરી, અને વી.ડી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી, ચર્ચામા ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *