ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરીયાના છંટકાવ અર્થે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

વડોદરા, તા.૨૦ ડીસેમ્બર, ૨૦૨૨ મંગળવાર (વિ.સં.૨૦૭૯ માગશર વદ ૧૨)જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વડોદરાની યાદીના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિને જોતાં જિલ્લામાં ખેતીકામ માટે ખેત મજુરોની ખુબ જ અછત જણાઈ રહી છે, જેના કારણે ખેતી કામમાં વિલંબ થાય છે. જે ધ્યાને લેતાં ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ડ્રોન ટેકનોલોજી મારફત નેનો યુરિયાના છંટકાવ માટે ખેડૂતો માટે યોજના અમલમાં મૂકી છે. જેમાં ક્લસ્ટરનાં ખેડૂતોને ડ્રોન છંટકાવ માટે કુલ ખર્ચના ૯૦% અથવા ૫૦૦ રૂપિયા પ્રતિ એકર સહાય બે માંથી જે ઓછું હોય તે આપવાનું નક્કી થયેલ છે.

        વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતો પણ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ તારીખ ૨૪/૧૨/૨૦૨૨ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે. હાલ વડોદરા જિલ્લામાં કુલ ૬૪૭ ખેડૂતો આ ઘટકમાં અરજી કરેલ છે. જે તમામને પૂર્વ મંજૂરી અપાયેલ છે.હાલ વડોદરા જિલ્લામાં રવિ ઋનુના પાકોની વાવણી ચાલુ છે.જેથી રવિ ઋતુમાં વાવેતર કરનાર ખેડૂતો પણ ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરીયાના છંટકાવ અર્થે અરજી કરી શકે છે.

        વધુ જાણકારી માટે આપના વિસ્તારના સંબંધિત ગ્રામસેવકશ્રી તથા વિસ્તરણ અધિકારીશ્રીનો અથવા કિસાન કોલ સેન્ટર પર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *