
બે દિવસયી વાર્ષિક રમોત્સવ “ROBUST energized by Mr. Raj Shah” ની રંગેચંગે ઉજવણી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મોડાસા કેળવણી મંડળ સંચાલિત મોડાસા શહેર ની એકમાત્ર હરિયાળી શાળા તેમજ શહેર ની પ્રતિષ્ઠિત સી.બી.એસ.ઈ શાળા બી – કનઈ માં તારીખ ૨૦/૨૧ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ બે દિવસયી વાર્ષિક રમોત્સવ “ROBUST energized by Mr. Raj Shah” ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ ના ઉપક્રમે તારીખ ૨૦/૧૨/૨૦૨૨ ના રોજ અરવલ્લી જિલ્લા ના કલેક્ટર સાહેબે શ્રી નરેન્દ્રકુમાર મીણા, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓફિસર શ્રી પ્રકાશકુમાર ક્લાસવા તેમજ અરવલ્લી જિલ્લા ના મુખ્ય કોચ શ્રી મઝહર સુથાર ની વિશેષ ઉપસ્થિતમાં આ પ્રસંગ ને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો અને તેમના ધ્વારા વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન કરી દૈનિક જીવનમાં રમત ગમત અને સ્ફૂર્તિ નું મહત્વ સમજાવવામાં આવ્યું. આ પ્રસંગ ના અનુસંધાને મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી બિપીનભાઈ આર શાહ એ વિદ્યાર્થીઓને ખેલજગત વિશે વિસ્તૃત માહિતી આપી રમત સાથે કેળવણી જેવા વિષયને સાંકળી લઇ પોતાના વક્તવ્ય આપ્યું. આ રમોત્સવના ઉપક્રમે મોડાસા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કૃષ્ણજીવન એમ. શાહ, શ્રી પંકજભાઈ બુટાલા તેમજ સેક્રેટરી શ્રી ધીરેનભાઈ પ્રજાપતિ, શ્રી નિખિલભાઈ શાહ, શ્રી કિરીટભાઈ શાહ, શ્રી પિયુષભાઈ પટેલ તેમજ કેળવણી મંડળની ભગિની શાળાઓના આચાર્યશ્રીઓએ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી આ પ્રસંગ ને દીપાવ્યો હતો. આ ઉત્સવ પર્વમાં શાળા ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે. પી. ઉપાધ્યાય તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી, વિધાર્થીઓને ખેલ જગત ની વિસ્તૃત સમજણ આપી હતી. શાળાના આચાર્યશ્રી કુંદનસિંહ જોદ્ધાએ તમામ મહેમાનોનું પ્રસંગને અનુરૂપ આભારવિધિ કરી હતી.
બી-કનઈ શાળામાં લીંબુ ચમચી, દોડ, રસ્સાખેંચ, કોથળા દોડ, ખો-ખો, કબડ્ડી વગેરે જેવી ૧૭ જેટલી વિવિધ રમતમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક રમતમાં જીતનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ગોલ્ડ / સિલ્વર / બ્રોન્ઝ મેડલ આપીને તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સેક્રેટરીશ્રીઓ અને તમામ સભ્યો અને શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો કાર્યકારી સુપરવાઈઝર શ્રી વિક્કી સોની તેમજ પી.ઈ. શિક્ષકશ્રી દેવેન્દ્રભાઈ લેઉવા, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રીમતિ જાગૃતિબેન ત્રિવેદીએ આભાર વ્યક્ત કર્યો હતો.
