કબીર કોહિનૂર અવોર્ડ માટે ડૉ ગુલાબ ચંદ પટેલ ની પસંદગી

ગાંધીનગર ખાતે જાણીતા સામાજીક કાર્યકર અને સાહિત્યકાર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ની “કબીર કોહિનૂર અવોર્ડ માટે પસંદગી ભારત ભૂષણ મહંત શ્રી ડૉ નાનક દાસ જી પૂર્વ કેન્દ્રીય ટી બોર્ડ સદસ્ય ભારત સરકાર દ્વારા પસંદગી અખિલ ભારતીય કબીર મઠ પરમ પરાગત સદ્દગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટું વ કબીર સમાધિ મગહર ધામ તરફ થી 5 04 માં કબીર મહા નિર્વાણ મહોત્સવ ના પાવન અવસર પર દેશ માં પ્રથમ વખત “કબીર કોહિનૂર અવોર્ડ- 2023 ” થી સન્માન માટે એકસો જેટલી મહાન હસ્તીઓ ને પસંદ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને સામાજિક કાર્યકર ડૉ ગુલાબ ચંદ પટેલ ગાંધીનગર થી પસંદગી પામ્યા છે. શ્રી પટેલ ને આ અવોર્ડ તારીખ 5 ફેબ્રુઆરી 2023 ના રોજ નવી દિલ્હી ખાતે ડૉ આંબેડકર ઇન્ટરનેશનલ હોલ ખાતે એનાયત કરવામાં આવશે.
આ દેશ ને વિશ્વ ગુરુ બનાવવા માટે ડૉ પટેલ દ્વારા શકય તેટલો વધુ સહયોગ કરશે તેવી ખાત્રી આપી છે. ડૉ પટેલ ને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થાન ના અધ્યક્ષ શ્રી ડૉ શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *