


ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૨૧ ડિસેમ્બર બુધવારના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના મતક્ષેત્ર ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં વિસ્તારના વિકાસ કાર્યો અંગે તેમજ સંગઠનાત્મક વિષયો અંગે ઉપસ્થિત સૌને વિસ્તૃત માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

