કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા સતી ગામ ખાતે ટેકનોલોજી સપ્તાહના ત્રીજા દિવસની ઉજવણી કરાઈ ;

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 21 ડિસેમ્બર 2022ના રોજ ટેકનોલોજી સપ્તાહના ત્રીજા દિવસની સતી ગામ ખાતે ઉજવણી કરવામા આવી હતી.

અહીં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોમા ખેડૂતોને જીવામૃત તેમજ અગ્નિઅસ્ત્ર ગામમા જ બનાવીને બતાવવામા આવ્યા હતા.

નિદર્શન પદ્ધતિ દ્વારા દરેક ખેડૂત ભાઈ-બહેનો જીવામૃત અને અગ્નિઅસ્ત્રની બધી જ સામગ્રીઓ જેવી કે ગાયનુ છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ, પાણી, માટી તથા અગ્નિઅસ્ત્ર માટે લીમડાના પાન, નફટ્યાના પાન, લસણ અને મરચા ભેગા કરીને બનાવવામા સહભાગી થયા હતા.

કાર્યક્રમમા નિદર્શન, ડાયગ્નોસ્ટિક વિઝીટ, કિસાન ગોષ્ઠી અને નિદર્શન પદ્ધતિ જેવી અલગ-અલગ પ્રવૃતિઓ યોજીને ખેડૂતોના ખેતીલક્ષી પ્રશ્નોનો ઉકેલ લાવવામા આવ્યો હતો. દરેક ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહ વ્યક્ત કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સંસ્થા નો આભાર વ્યક્ત કર્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા એક જ જમીનમા એક થી વધારે પાક લેવાની વિવિધ પદ્ધતિઓ, કિચન ગાર્ડન, આચ્છાદન, વાપસા, જીવાત નિયંત્રણ અસ્ત્રો અને ઘર બેઠા ખાતર બનાવવાની વિવિધ પદ્ધતિઓ ખેડૂતોને શીખવાડવામા આવી હતી. ખેડૂત તાલીમ દરમિયાન ખેતીમા ઓછા ખર્ચે સારૂ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય તેની વિસ્તૃત માહિતી ખેડૂતોના આંગણે આપવામા આવી હતી. આ તબક્કે લીંબુના છોડ અને ફોલ્ડર વિતરણ પણ કરવામા આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *