


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક સરસાઇથી જીત બાદ કેશુભાઈ પટેલનાં અભિવાદનનો કાર્યક્રમ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યોજવામાં આવી રહયો છે, આ અંતર્ગત આજરોજ બેડો, ઉમેદપર, કુનરીયા, નોખાણીયા, લોરીયા, જત વાંઢ, ઝુરા કેમ્પ, ઝુરા ગામ, સુમરાસર શેખ, ઢોરી, કોટાય વગેરે ગામોના લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો તરફથી અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવેલ. આજના કાર્યક્રમ દરમ્યાન કચ્છના ઓલીયા તરીકે જાણીતાં દાદા મેકરણનાં પ્રંગ મંદિર તથા રૂદ્રમાતા મંદિરે માથું ટેકવીને કેશુભાઇ પટેલે આશીર્વાદ પ્રાપ્ત કરેલ હતા. ઉપરોકત ગામોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કેશુભાઇ પટેલનું વિક્રમી જીત બદલ ભવ્ય બાઇક રેલી યોજી શાલ અને કુલ-હાર વડે સન્માન અને અભિવાદન કરેલ હતું.
ગ્રામજનોની આ હૂંફના પ્રત્યુતરમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે ચૂંટણી પ્રવાસ દરમ્યાન જ્યારે હું આપની સમક્ષ આવેલ ત્યારે જ આપનાં પ્રેમ અને લાગણીથી મને વિજયનો વિશ્વાસ હતો પરંતુ આપ સૌએ જે રીતે આપનાં પ્રેમ અને લાગણીઓની મતપેટીઓ છલકાવી દીધી તેણે મને ભાવવિભોર બનાવી દીધેલ છે. સમગ્ર કચ્છમાં સૌથી વધુ સરસાઇથી મને મળેલ જીત માટે આજે નિઃશબ્દ બની ગયેલ છું. આપસૌએ મારા પર મૂકેલ વિશ્વાસ પર ખરો ઉતરવાની જવાબદારી મારે શિરે છે ત્યારે આગામી પાંચ વર્ષમાં આપના વિસ્તારમાં વિકાસયાત્રાને ગતિ આપવાની નેમ સાથે આજે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ગુજરાત અને કેન્દ્રની અનેક યોજનાઓનો લાભ અત્યાર સુધી છેવાડાના લોકોને મળી રહયો છે અને કાયમ મળતો રહેશે. વિકાસની રાજનિતીની વિચારધારા લઈને જ ભારતીય જનતા પાર્ટી હમેશાં કામ કરતી રહી છે ત્યારે આપના અને ગુજરાત સરકાર વચ્ચેની કડી બનીને મારે ધારાસભ્ય તરીકેની મારી ફરજ હું બખુબી બજાવીશ તેની ખાતરી આપું છું.

આજના આ પ્રવાસ દરમ્યાન ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઇ જોધાણી, જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડ, ભુજ એ.પી.એમ.સી. ચેરમેન હઠુભા સોઢા, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી વિરમભાઇ આહિર, હરીશભાઈ ભંડેરી, લખમણભાઇ મેરીયા, લખમણભાઇ બતા, જયેશભાઇ ભાનુશાલી, મામદભાઇ રહીમ જત, રણછોડભાઇ આહિર, તુષારભાઈ ભાનુશાલી, ધનજીભાઈ ભાનુશાલી, ભગવાનજસિંહ સોઢા સહિત ગ્રામજનો, ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધીઓ, સેલ-મોરચાના હોદેદારો ઉપસ્થિત રહયા