
તા.૨૦.૧૨.૨૦૨૨ નાં રોજ ગુજરાત વિધાનસભામાં સન ૨૦૨૨ નું વિધેયક ક્રમાંક-૧૬-સન ૨૦૨૨ નું ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવામાં આવ્યું જેથી ગુજરાતના કેટલાક લોકોને આનું લાભ મળશે પરંતુ આ બાબતમાં મારા મતવિસ્તારનાં ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી (GDA) આ માંથી બાકાત રહી જાય છે તો ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી (GDA) માં પણ અનધિકૃત વિકાસને નિયમિત થઈ શકે એ દિશામાં કાર્ય કરવા માટે માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી ને વિનંતી કરી હતી.
આપશ્રી એ વાતથી સુવિદિત હશોકે ગાંધીધામ-આદિપુર આઝાદી પછી વસાવવા આવેલ શહેરી વસાહત છે. જેનું સંચાલન ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી (GDA) સંભાળે છે અને રાજ્ય સરકારના જીડીસીઆરનાં નિયમો GDA અધિકૃત વિસ્તારમાં લાગુ પડતાં ન હોઈ સંકુલની પ્રજા આ “ઇમ્પેક્ટ ફી” નાં કાયદાના લાભથી વંચિત રહી જાય છે.
ગાંધીધામ સંકુલની સ્થાપના વખતે શહેરની રચના અંદાજિત ૪૦ હજારની વસ્તી ના પ્રમાણે કરવામાં આવેલી હતી અને તે પ્રમાણે સંકુલમાં ધંધા-રોજગાર સ્થાપિત થયા હતા. પરંતુ ૨૦૨૧-૨૨ માં સંકુલ ની વસ્તી પાંચ લાખથી વધારે થવાથી રોજગારીની જરૂરીયાત અને જગ્યાના અભાવે લોકોએ પોતાની મિલકતની જગ્યાનો ઉપયોગ વાણિજિય હેતુ માટે કર્યો હોવાના કારણે હાલમાં જીડીએ દ્વારા અંદાજીત ૩ હજાર જેટલી આ પ્રકારની મિલકતોને નોટિસો પાઠવેલ છે, જેના પરિણામે લોકોની રોજગારી અને આમદાની ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે અને હજારો વેપારીઓનો રોજગાર છીનવાઈ જવાની શકયતાથી સમગ્ર સંકુલમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને રોજગારી જવાના ભયથી લોકોમાં જબરદસ્ત નારાજગી જોવામાં આવે છે.

રાજ્ય સરકાર આ પ્રકારની મિલકતોને રેગ્યુલરાઈઝ કરવા માટે ત્રીજી વાર “ઈમ્પેક્ટ ફી” નો કાયદો નિયમિત કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીધામ-આદિપુરની સમગ્ર પ્રજા વતી તથા ગાંધીધામ ચેમ્બર તરફથી કરવામાં આવેલ રજૂઆત પ્રમાણે રાજ્યમાં પ્રવર્તમાન “ઈમ્પેક્ટ ફી” નો કાયદો જીડીએ (GDA) માં પણ અનધિકૃત વિકાસને નિયમિત થઈ શકે એ દિશામાં કાર્ય કરવા માટે ગુજરાત રાજ્યનાં માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરી હતી.