સુરત જિલ્લાના નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

જૂન થી નવેમ્બર મહિના દરમિયાન ૧૬ બાળશ્રમિકોને રેસ્ક્યુ કરાયા

સંજય ચુડગરબ્યુરોચીફ. સુરત

સુરત જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત છ માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી ચાઈલ્ડના કાયદાઓને લગતા પોસ્ટરો, બેનરો, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે શ્રી ઝાલાએ જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એસ.એસ.દૂબે વિગતો આપતા જણાવ્યું કે, જૂન થી નવેમ્બર-૨૦૨૨ સુધીના પાંચ મહિના દરમિયાન ટાસ્કફોર્સ દ્વારા કુલ ૧૯ રેડ કરવામાં આવી હતી, જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા ૧૪ વર્ષથી નાની ઉંમરના કુલ ૧૬ બાળશ્રમિકોને રેસ્ક્યુ કરી તેમના પુન:વસનની કામગીરી અંગેની વિગતો આપી હતી. મુકત કરવામાં આવેલા બાળકોમાં ૨ બાળકો ગુજરાતના અને ૧૪ બાળકો અન્ય રાજ્યના હોવાનું જણાયું હતું.
આ અંગે નિવાસી અધિક કલેકટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડતા જણાવ્યં કે, સરકારના માર્ગદર્શન હેઠળ બાળમજૂરીના અભિશાપમાંથી મુક્તિ અપાવી તેમનું પુનર્વસન કરાવવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. બાળમજૂરનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે માટેના સુચનો કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *