
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની આગેવાની હેઠળ, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે એક વર્કશોપનુ આયોજન કરાયુ હતુ.
સુશાસન સપ્તાહ 2022 અન્વયે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે, તેમજ પ્રજાની અરજીઓનો હકારાત્મક અભિગમથી નિકાલ લાવવાના ઉદ્દેશય સાથે આ વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
દરમિયાન શૈક્ષણિક બાબતે સુબીર વિસ્તારમા સ્થળાતરની પ્રક્રિયાને ધ્યાને રાખી, સીઝનલ હોસ્ટેલમા બાળકોને અભ્યાસ અર્થે રાખવા, તેમજ શિક્ષણ અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવા સાથે, ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે ત્યારે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી કરે, અને પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસ હાથ ધરવા અંગે ચર્ચા કરવામા આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજાએ વર્કશોપમા જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી તેમજ શિક્ષણ, અને અન્ય વિભાગો દ્વારા લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ પહોંચે તે માટેના અસરકારક પ્રયાસ હાથ ધરી, સ્થાનિક સિસ્ટમની ખામીઓ દુર કરી સુશાસન ને સાચા અર્થમા ચરિતાર્થ કરવાનુ છે. લોકોની ફરિયાદોને ધ્યાને લઈ તત્કાલ નિરાકરણ માટેના પ્રયાસ હાથ ધરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.

વર્કશોપમા ડાંગ જિલ્લામા શિક્ષણ તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રની પ્રગતિ ટૂંકી ફિલ્મ પણ નિહાળવામા આવી હતી.
દેશમા કોવીડની અસરને ધ્યાને લેતા સરકારી ગાઇડ લાઇનનુ પાલન કરી, લોકોને જાગૃત કરવા અંગે પણ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ અપીલ કરી હતી.
કલેક્ટર કચેરીના સભાખંડમા યોજાયેલ વર્કશોપમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ. ડી. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી રાજેંદ્રસિંહજી ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાડ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજય ભગરીયા, તેમજ અન્ય અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.