રાનકુવા શ્રી બી એલ પટેલ હાઇસ્કુલનો વિદ્યાર્થી પાવર લિફ્ટિંગમા રાષ્ટ્રીય કક્ષાએ જશે

રિપોર્ટ ,મયુર પટેલ

દેશના પનોતા પુત્ર અને કાર્યશીલ વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદીના વિઝન થકી દેશભરમાં ખેલ મહાકુંભ નીતિ અમલમાં આવેલ આજે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જે પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે તે પીએમ મોદીના વિઝન અને મિશનને સાર્થક કરી રહ્યા છે
શ્રી બી. એલ .પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઈસ્કૂલનો ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી વંશ બ્રહ્મભટ્ટ જેમણે તારીખ 25-12-22 ના રોજ સુરત ખાતે ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોશીએશન દ્વારા આયોજિત સાઉથ ગુજરાત પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ એન્ડ ડેડ લિફ્ટ ચેમ્પિયનશિપ 2022 અંતર્ગત ભાગ લઇ Below 54kg સબ જુનિયર કેટેગરીમાં 135 kg ડેડ લિફ્ટ સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે અને હવે પછી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે 13 જાન્યુઆરીના રોજ હરિયાણા ખાતે જશે. શાળાના આચાર્યશ્રી સંજયસિંહ ડી. પરમાર સાહેબે વંશ બ્રહ્મભટ્ટને રાજ્યકક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવીને રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *