
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે જાણીતા સામાજીક કાર્યકર અને ભાજપના આગેવાન નરેન્દ્રભાઇ પટેલ દ્વારા ચલાવાતા અભિયાન ગામમાં કોઈ ભૂખ્યું ન રહે તે અંન્તર્ગત ચલાવાતા પુંસરી ગામના રામરોટી કેન્દ્ર ની હિંમતનગર એસ્.એમ.વી.એસ. સ્વામિનારાયણ સંસ્થા ના સંતોએ ભગવાન સ્વામિનારાયણ ના આર્શીવચન લઈ રામરોટી કેન્દ્ર ની મુલાકાત લઈ પ્રભાવિત બની આર્શીવાદ આપ્યા હતા કે અહીંથી કોઈ ભૂખ્યું નહીં જાય ભંડાર હરહંમેશ ભરેલા રહેશે એટલું જ નહીં આ રામરોટીવુ વિસ્તૃતિકરણ એ ઐતિહાસિક ઘટના બનશે…આ પ્રસંગે હરીભક્તો ગ્રામજનો પણ સંતો સાથે ઉપસ્થિત રહ્યા હતા સંચાલક નરેન્દ્રભાઇ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ
