ઉત્તર ભારતીય વિકાસ પરિષદના વસ્ત્રાલ વોર્ડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના વસ્ત્રાલ વોર્ડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ઉત્તર ભારતીય વિકાસ પરિષદની વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડના પ્રમુખ શ્રી કુલદીપસિંહ રાજપૂત અને વટવા પ્રભારી સુશીલસિંહ રાજપૂત દ્વારા વસ્ત્રાલમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહની હાજરી વિશેષ રહી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના શહેર પ્રમુખ શ્રી વિનય મિશ્રાજી, શહેર મહામંત્રી શ્રી મનોજ પાંડે, શહેર અને વિધાનસભાની સમગ્ર ટીમ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી ચેરમેન શ્રી અનિરૂદ્ધસિંહ ઝાલા, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં સંગઠન વતી શ્રી મુનીમસિંહ ભદૌરિયા, બ્રિજેશ તોમર, ચંદ્રશેખર ધનગર, અનિલસિંહ ચૌહાણ, આલોક સેંગર શોલે, સંજય ચૌહાણ, સન્ની સિંહ કુશવાહા, શ્રી કેશભાન રાય જી અને મહિલા મહામંત્રી શ્રીમતી રેણુસિંહ રાજપૂત મહિલા ટીમ સાથે હાજર રહ્યા હતા.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે યુવાનોના આ મહાન કાર્યને બિરદાવી યુવાનોનું મનોબળ વધાર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *