ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત વ્યારા નગરના શ્રીરામ તળાવ ખાતે નિ:શુલ્ક રીતે ચાલતા યોગના વર્ગો…

કમલમ્ ન્યૂઝ- ઉમેશ તામસે, વ્યારા

યોગ એ આપણા ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિ છે. દેશના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રાચીન સંસ્કૃતિ સમાજમાં ટકી રહે અને દરેક વ્યક્તિ તન અને મનથી સ્વસ્થ રહે તે ધ્યાનમાં રાખીને પુરા વિશ્વમાં યોગને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. આજે આખું વિશ્વ યોગને અપનાવી રહ્યું છે.કોરોના કાળ પછી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત દરેક જિલ્લામાં નિ:શુલ્ક યોગના વર્ગો ચાલી રહ્યા છે. એમા તાપી જિલ્લાના વ્યારા
નગરમાં પણ છેલ્લા બે વર્ષથી સતત નિ:શુલ્ક યોગના વર્ગો ચાલી રહ્યા છે. તાપી જિલ્લા વ્યારા તાલુકાના ઊર્જાવાન, આદરણીય સર્ટિફાઈડ યોગ કોચ યોગ, યોગ સેવક એવા શ્રી ઉમેશભાઈ તામસે શ્રીરામ તળાવ ખાતે સવાર અને સાંજે એમ બે વખત યોગના વર્ગો ચલાવી રહ્યા છે. એમણે વ્યારા તાલુકાની શાળાઓમાં પણ યોગના શિબિર, યોગ સંવાદ કાર્યક્રમ, યોગ જાગરણ રેલી જેવા કાર્યક્રમો પણ કર્યા છે અને જન જાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવાનુ કાર્ય કરી રહ્યા છે. એમના વર્ગોમાં અત્યાર સુધી લગભગ ૨૦૦ જેટલા યોગસાધકોએ લાભ લીધો છે.અને નવા નવા યોગ સાધકો પણ એમના યોગના ક્લાસમાં જોડાઈ રહ્યા છે. એમના ક્લાસમાં આવનાર તમામ યોગ સાધકો શરીર અને મનથી તંદુરસ્ત બન્યા છે. તેઓ વિવિધ પ્રકારના આસનો અને પ્રાણાયામ કરાવે છે અને સાથે સાથે એમને યોગાસન, પ્રાણાયામ કેવી રીતે કરવાના અને કઈ કઈ સાવધાની રાખવાની એની પુરતી સમજ શ્રી ઉમેશભાઈ તામસે દ્વારા આપવામાં આવે છે. વ્યારા નગરના ઘણા યોગ સાધકો નિયમિત રીતે દરેક ઋતુમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક યોગ અને પ્રાણાયામ કરી રહ્યા છે. જેનો સંપૂર્ણ શ્રેય યોગ કોચ ઉમેશભાઈ તામસેને જાય છે જેમનો હેતુ યોગ ઘરે ઘરે અને શેરી શેરીએ પહોંચાડવાનો છે. તેના માટે તેઓ યોગની પણ તાલીમ આપી રહ્યા છે અને યોગ ટ્રેનર તૈયાર કરી રહ્યા છે. તેમના દ્વારા તૈયાર થયેલા યોગ ટ્રેનર્સ પોતાના ફળિયામાં કે સોસાયટીમાં યોગના વર્ગો ચલાવી રહ્યા છે. યોગ ક્લાસમાં આવતા તમામ યોગ સાધકોના તન અને મનને ફાયદાઓ થતાં હોવાથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક યોગાસન અને પ્રાણાયામ કરી રહ્યા છે.સૌ યોગ, કસરત નિયમિત કરે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય અને દેશ વિશ્વ ગુરુ બને.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *