દશેરાના પાવન પર્વ નિમિત્તે માંડવી વિન્ડફાર્મ બીચ દરિયા કિનારે અશ્વપૂજન દિવંગત અશ્વો ને શ્રદ્ધાંજલિ તથા અશ્વ દોડ નું આયોજન થયું
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ માંડવી નગરપતિ શ્રી મેહુલ ભાઇ શાહ તથા હનુમંતસિંહ જાડેજા રહ્યા હતા અશ્વપૂજન તથા કાર્યક્રમનું સંચાલન મોહીત જોશી એ કરેલ આયોજક માંડવી ઇક્વેસ્ટેરીયન ગ્રુપ ના સભ્ય ફતુભા રવુભા જાડેજા , એજાઝ ભાઇ ટોકલી , અસરફ ભાઇ સમા , દશરથ સિંહ જાડેજા ,ગોપાલ ભાઇ ગઢવી , આરબ ભાઇ જત એ અતિથિ વિશેષ તથા અન્ય અતિથિઓનું સન્માન કરેલ આભાર વિધિ મનીષ ભાઇ જોશી એ કરેલ
તથા અશ્વદોડમાં આ અશ્વોના પ્રથમ , દ્વિતીય , તૃતિય તથા ચતુર્થ વિજેતા જાહેર થયેલ જેમાં પ્રથમ વિજેતા અશ્વ વીર સવાર રાજદીપ સિંહ જાડેજા ફતુભા રવુભા જાડેજા ( કાંડાગરા મોટા ) દ્વિતીય વિજેતા અશ્વ ગુલાબ સવાર હાજી સુમરા સુલેમાન કાસમ વાગેર ( મોઢવા )
તૃતિય વિજેતા અશ્વ પોપટ સવાર ફરદીન સુમરા અબ્બાસ ફકીર મામદ ( મોઢવા )
ચતુર્થ વિજેતા અશ્વ છોટુ રમજાન વાગેર અલ્તાફ વાગેર ( મોઢવા ) રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમ કરવા બદલ માંડવી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ શાહ એ ઇક્વેસ્ટેરીયન ગ્રુપ ના સભ્યો ને બિરદાવ્યા હતા.
કમલમ દૈનિક અજય ખત્રી



