જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કાલીબેલમા સમાવિષ્ટ કોશિમદા ખાતે નવુ પેટા આરોગ્ય કેન્દ્ર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) બનશે.


ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કોશિમદા ખાતે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનુ ખાતમુહૂર્ત તાજેતરમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતના વરદ્ હસ્તે કરવામા આવ્યુ હતુ. આ વેળા જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન ચૌધરી, તાલુકા સદસ્ય શ્રી પાઉલ ગામીત, તથા ગામના પ્રથમ નાગરિક શ્રી રાજેશભાઇ ગામીત, અને જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, DQMO ડો.દિલીપ શર્મા, DMO ડો.ડી.સી.ગામીત, વઘઇના THO ડો.સ્વાતિ પવાર, કાલીબેલ PHC નો સ્ટાફ અને RBSK ટીમ હાજર રહ્યા હતા. કોશિમદા ગામે ₹ ૨૫ લાખના ખર્ચે આકાર લેનાર પેટા આરોગ્ય કેન્દ્રને લીધે આસપાસના ચાર ગામોના ત્રણ હજારથી વધુ લોકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થશે.