ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા અંજાર શાખાના યજમાન પદે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ

ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા અંજાર શાખાના યજમાન પદે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો કચ્છ વિભાગીય તબક્કો રવિવારે પૂર્ણ થયો, જેમાં કચ્છ વિભાગની આઠમાંથી છ શાખા એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિભાગીય તબક્કામાં ગાંધીધામની શાખા વિજેતા બની હતી જ્યારે ઉપવિજેતા તરીકે વર્ષામેડી શાખા રહી હતી. ફાઇનલના મેન ઓફ ધ મેચ ગાંધીધામ શાખાના ટીમ કપ્તાન શ્રી દિલીપ મજીઠીયા, ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન ગાંધીધામ શાખાના ઉપ કપ્તાન ડૉ. દેવેન્દ્ર ઠક્કર, અને મેન ઓફ ધ સીરીઝ તરીકે ગાંધીધામ શાખાની ટીમના ખેલાડી ડૉ.મનન ઠક્કર રહ્યા હતા. હવે આ ટુર્નામેન્ટનો પ્રાંતીય તબક્કો ટૂંક સમયમાં યોજાશે, જેમાં ગાંધીધામ અને વર્ષામેડી શાખા ભાગ લેવા પોરબંદર જશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *