જૈન સમાજ, વ્યારા સંચાલિત “વાત્સલ્ય ભોજન (ખીચડી ઘર)”પરિવાર અંતર્ગત ભેંસકાતરી આશ્રમશાળામાં સેવાયજ્ઞનું કાર્ય…..

તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ જૈન સમાજ દ્વારા તાપી જિલ્લા તથા વ્યારા જિલ્લાની આસપાસ આવેલ આશ્રમશાળાના ગરીબ બાળકો માટે ભોજન તેમજ શિયાળામાં ધાબળા
વિતરણ જેવી સેવામય પ્રવૃત્તિઓ કરતી રહે છે.
તેમજ છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા અવિરતપણે
દર રવિવારે જનરલ હોસ્પિટલ વ્યારામાં પણ જરૂરિયાતમંદો તથા દૂરથી આવતા દર્દીઓ અને એમના સગાંઓને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર જમાડવાનું કામ કરી રહી છે.

કોરાના કાળમાં લોકડાઉન સમયે પણ ગરીબ લોકોને અનાજ, કઠોળ, તેલ જેવી સામગ્રીની કીટ વિતરણ તથા લગભગ 3000 હજાર જેટલા માણસોને ભોજન વિતરણનુ કાર્ય કર્યુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *