મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા

કમલમ ન્યૂઝ રાકેશ વાળા.
યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપુત, શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રી ભિખુસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *