


ગુજરાતમાં ડબલ એન્જિનની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તૈયાર થઈ રહેલ નવ નિર્મિત બોરસદ ચોકડી દાંડીમાર્ગ પર આવેલ નવીન ઓવરબ્રીજ નું લોકાર્પણ તારીખ 26 જાન્યુઆરી ૨૦૨૩, ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી શ્રી ઋષિકેશભાઇ પટેલ ના સ્વહસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે આજે સ્થળની મુલાકાત કરવા આણંદ ના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ), આણંદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી), નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, સર્વ કાઉન્સિલરો ,આણંદ પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ બારોટ અને દાંડી માર્ગના અધિકારી શ્રી મિસ્ત્રી સાહેબ તથા રાહુલભાઈ વગેરે હાજર રહ્યા. ત્યારે પ્રશાસન સાથે અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે જરૂરી વ્યવસ્થા કરવા માટે સલાહ સૂચન કર્યા હતા.
