ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન

ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન ડીસા જલારામ મંદિર,પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળા,ટેંટોડા ગૌશાળા સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓમાં સમર્પિત ભાવથી સેવા કરતા શ્રી શશીકાંતભાઈ ડી.ઠકકર તેમજ શ્રીમતી વર્ષાબેન ઠકકરની લાડકવાયી દીકરી ચાહત ઠકકરને ઉદેપુર મેડિકલ કોલેજ ખાતે એમ.બી.બી.એસ.માં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા સાલ,રામ ભગવાનનું સ્મૃતિ ચિન્હ તેમજ દીકરી દેવો ભવના મોમેન્ટોથી દબદબાભેર સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ દિવ્ય પ્રેરણાદાયી અવસરે શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ શારદાબેન આચાર્ય,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ચંદુભાઈ એટીડી,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,બળદેવભાઈ રાયકા,દેવચંદભાઈ એન.ઠકકર,સુરેશભાઈ ટી.ઠકકર,મણીભાઈ શેઠ,જગદીશભાઈ પૂજારા,જયેશભાઈ દેસાઈ,નરેશભાઈ ડી.આચાર્ય,મહેશભાઈ મનવર,ઈશ્ર્વરભાઈ રાવળ,કમલેશભાઈ રાચ્છ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી ચિરંજીવી ચાહત ઠકકરને અભિનંદન સહ આશીર્વાદ આપી સન્માન કર્યું હતું તેમજ ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ગૌસેવાના ઉચ્ચ સંસ્કાર ધરાવતી દીકરી ચાહત ઠકકરે રૂપિયા 11000 નું ગૌસેવા હેતુ યોગદાન આપ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM