લખપત તાલુકાની જવાબદારી સંભાળતા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ ઝંઝાવાતી ચુંટણી પ્રચાર નો આરંભ

, નખત્રાણામાં સરદાર વલ્લભભાઇ પટેલ ને ભારત રત્ન શ્રી ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ ની પ્રતિમાને હારારોપણ કરીને શરૂઆત કરી હતી. આ પ્રવાસ દરમ્યાન પ્રચાર માટે પધારેલ પૂર્વ અધ્યક્ષ તથા પૂર્વ મંત્રીશ્રી રમણભાઈ વોરા નું સ્વાગત ધારાસભ્ય તથા સાંસદશ્રી એ કર્યું હતું. તેમની સાથે આ પ્રવાસ દરમ્યાન મંત્રી શ્રી વાસણભાઇ આહીર, શ્રી રમણભાઈ વોરા, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, અનુસુચિત જાતિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેનશ્રી પ્રવીણભાઈ પંડયા માંડવી તાલુકાનાં ન્યાય સમિતિ ના ચેમેનર શ્રી કેશવજીભાઈ રોશીયા, ગાંધીધામ નગરપાલિકા ના નગરસેવિકા શ્રીમતી સીતાબેન રાઓ તથા પક્ષનાં તથા અનુસુચિત જાતિ મોરચાના હોદેદારો, કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રવાસ દરમ્યાન ભાજપનાં ઉમેદવાર શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા ને જંગી બહુમતી થી વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવેલ. શ્રી જાડેજા એક નાના માં નાન માણસ સાથે પણ સહજ રીતે હળી મળી જાય તેવા વ્યક્તિ છે અને ભાજપમાં જોડાયા પાછળનું કારણ તેઓશ્રી લોકોની સેવા વધારે સારી રીતે કરી શકશે તેમ તેઓ શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા નું માનવું છે તેમ જણાવવામાં આવ્યું હતું તેઓશ્રી નાના તથા અદના કાર્યકરને પણ ખુબજ સહજતાથી મળે છે તથા તેમના કાર્યો કરે છે માટે તેમને મત આપી વિજયી બનાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો.આ ચુંટણી પ્રવાસ દરમ્યાન અબડાસા વિધાનસભાના કોટડા, દેશલપર, ઉગેડી તથા આસપાસનાં વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા તથા મતદાનનાં દિવસે ભાજપ ની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *