દેશ ચર્ચિત હાથરસ દુષ્કર્મ કેસ…સીબીઆઈ તપાસ પર હાઇકોર્ટ કરશે નિગરાની… સુપ્રીમ કોર્ટ

સમગ્ર દેશમાં બહુ ચર્ચિત કથિત ઉત્તરપ્રદેશ ના હાથરસ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે આજરોજ મહત્વ ની છણાવટ સાથે ચુકાદો આપ્યો છે . સુપ્રીમ કોર્ટે હાલ હાથરસ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતા કહ્યું કે કેસમાં થઈ રહેલી સીબીઆઈ તપાસ ચાલુ રહેશે અને તપાસ અંગે ની નિગરાણી અલાહાબાદ હાઈકોર્ટ કરશે તેવા દિશા નિર્દેશ સાથે વધુ મા જણાવ્યું હતું કે કોર્ટે CBI તપાસ બાદટ્રાન્સફર કરવાની પરિજનો ની અપીલ પર જણાવેલ છે કે હાલ CBI તપાસ ચાલુ છે . તપાસ પૂરી થયા બાદ આ મામલે કોર્ટ કોઈ નિર્ણય આપશે . આ અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડે , જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુ બ્રમણ્યનની પેનલે એક જનહિત અરજી અને કાર્યકરોની સાથે સાથે વકીલો તરફથી દાખલ કરાયેલી અન્ય હસ્તસેપ કરતી અરજીઓ પર તા.૧૫ મી ઓક્ટોબર સુધી પોતાનો નિર્ણય અનામત રાખેલ છે અરજીઓ ના અનુસંધાને દલીલો કરવામાં આવી હતી કે ઉત્તરપ્રદેશ મા નિષ્પક્ષ સુનાવણી શક્ય નથી કારણ કે કારણ કે કતિથ રીતે તપાસ બાધિત કરાઈ હતી જયાં સુધી હાથરસ કેસ ની વતા છે ત્યાં સુધી એક અનુસૂચિત યુવતી સાથે કથિત દુષ્કર્મ થયું હતું આ યુવતી નું સારવાર દરમ્યાન સફદર ગંજ હોસ્પિટલ દિલ્હી મુકામે મૃત્યુ નિપજયું હતું . ત્યારબાદ આ મામલાએ સમગ્ર ભારત ભર તુલ પકડતા અને આ અંગે કરાયેલી અરજી ઓ એવી રજૂઆતો સાથે કહેવાયું કે યુપીમાં નિષ્પક્ષ સુનાવણી શક્ય નથી . કારણ કે પોલીસની કામગીરી શંકાસ્પદ છે . સુપ્રીમકોર્ટે મંગળવારે સુનાવણીમાં દરમ્યાન જણાવ્યું હતું કે હાલ ની પરિસ્થિતિ મા તપાસ નો દોર ચાલુ છે પહેલાં તપાસ પૂરી થઈ જાય પછી એ નક્કી કરાશે કે કેસ ટ્રાન્સફર અંગે નિર્ણય લેવામાં આવશે .અહેવાલ – હસુ ઠક્કર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *