
રિપોર્ટ, મયુર પટેલ
બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઈસ્કૂલની વધુ એક સિદ્ધિ વિશેષ આનંદ સાથે જણાવવાનું કે, યુવા મતદાર મહોત્સવ અન્વયે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ પૈકી ઈ-પોસ્ટર સ્પર્ધામાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ફરહીન વછીયાત એ સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવી, આજે રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર મુકામે યોજાયેલ સમારંભમાં ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર મા. શ્રી સંજય પ્રસાદ, તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતી જીના વરદ હસ્તે પ્રમાણપત્ર તેમજ 8000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરી, શાળાનું તેમજ સમગ્ર જિલ્લા નું રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, ફરહીન બેનને સહર્ષ અભિનંદન પાઠવે છે.
