પાલનપુર ખાતે સમગ્ર જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠકનું આયોજન

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષતામાં કલેકટર કચેરી-પાલનપુર ખાતે સમગ્ર જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠકનું આયોજન થયું, જેમાં જીલ્લાના વહીવટીતંત્રની કામગીરી અંગેનું વિગતવાર પ્રેઝન્ટેશન નિહાળ્યું.કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની સમીક્ષા કરી.જનસેવાના કાર્યો પારદર્શક, ઝડપથી અને સમયસર થાય તથા તમામ યોજનાઓનો લાભ સમાજના અંતિમ પંક્તિમાં ઉભેલા વ્યક્તિ સુધી પહોંચે અને અંત્યોદયનો સંકલ્પ સિદ્ધ થાય તે અર્થે કર્મયોગીનો ભાવ રાખી ફરજો બજાવવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *