અરવલ્લી જિલ્લા ના મોડાસા થી આશરે આઠથી દસ કિ.મી. ના અંતરે આવેલ વોરા કંપાના ગરીબ, શ્રમિક અને નિરાધાર એવા ૭૦ જેટલા પરિવારોને દાનવીર શ્રી મુફતી ગુલામમુહમ્મદ પટેલ સાહેબ દ્વારા રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૧૨૦ ઘરો ની વસ્તી ધરાવતા વોરા કંપામાં લગભગ બધાજ શ્રમજીવી અને ગરીબ વર્ગના લોકો રહે છે. તેમાંથી અત્યંત જરૂરતમંદ એવા ૭૦ પરિવારોને રાશન કિટ વિતરણ નો કાર્યક્રમ વોરા કંપાની પ્રાથમિક શાળાના પ્રટાંગણ માં યોજાયો હતો, ૧૨મી રબીઉલ અવ્વલ (મીલાદુ ન્નબી) ના શુભ પર્વ નિમિત્તે ગરીબ પરિવારોને હુંફ મળી રહે તેવા આશયે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ માં કિટો બનાવવા માટે શ્રી અ. રહેમાનભાઈ હુક્કાવાળા (અમૂલ પાર્લર, ફૈઝાન કોમ્પલેક્સ, મોડાસા) તરફ થી ૧૦૦ કિ.ગ્રા. ચોખા મળ્યા હતા. આ કાર્યક્રમ માં વોરા કંપા મસ્જિદ ના ઈમામ શ્રી હાફિઝ આશિક ઈલાહી સાહેબ, પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી અનવરભાઈ ખાનજી સાહેબ, માજી સરપંચ શ્રી અલી ચાચા શ્રી હાજી આબિદભાઈ મુખી સાહેબ તથા ગામના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કોવિડ ૧૯ ને લઈ તમામ લાભાર્થીઓ ને સંપૂર્ણ પણે મોઢું ઢાંકવાની તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની ફરજ પડાઈ હતી. કાર્યક્રમ ના અંતે તમામ લાભાર્થીઓ, હાજરજનો, ગ્રામજનો અને આગેવાનો નો સંપૂર્ણ સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો.
મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

