માત્ર સમારોહમા ફોટા પડાવવાના બદલે પ્રજા પડખે રહિ અભ્યાસપુર્ણ રીતે કામ કરતા જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા

જામનગરમાં સીસી રોડના કામનું ધારાસભ્ય રિવાબા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર ની મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં આવેલી મથુરાનગર સોસાયટી શેરી નં. 10માં સીસી રોડ નબળી ગુણવત્તાવાળો બનતો હોવાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ દ્વારા સ્થળ પર પહોંચી મહાનગરપાલિકાના અધિકારીને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ અને નિરિક્ષણ કરી રોજકામ કરાવ્યું હતું. આ સમયે વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે શહેરીજનો ની સુવિધા સુખાકારીના કામો કે કાર્યવાહીઓ કે પ્રોજેક્ટ ના પ્રશ્ર્ને ધારાસભ્ય રિવાબા તરત જ દોડી જતા હોઇ પ્રજાજનો ને રાહત મળે છે તેમણે કોર્પોરેશન મા વિસ્તૃત મીટીંગ લીધી હતી તો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ના પ્રશ્ર્ને નિરાકરણ માટે અડધી રાતે દોડી ગયા હતા તો રોડ ના દરેક કામ તેઓ ચેક કરનારા છે એકંદર સમારોહ પાર્ટી કે પ્રોગ્રામોમા ફોટા પડાવવા મા વધુ ધ્યાન આપવા ના બદલે તેઓ પ્રજા માટે જવાનુ વધુ પસંદ કરે છે તેમણે આગામી વિધાનસભા સત્ર માટે પણ તૈયારી આદરી દીધી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *