પૂનમના દિવસે માં અંબાજી મંદિર ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખૂસિંહ પરમારે માં અંબાના આશીર્વાદ લીધા

આજે મહા સુદ પૂનમ ના દિવસે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.
મંદિરના મહારાજ દ્વારા ચૂંદડી ઓઢાડીને બહુમાન

આજે રોડ માર્ગે ગુજરાત સરકારના રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અંબાજી મંદિર ખાતે આવ્યા હતા જ્યા તેમનું દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.અંબાજી મંદિર ખાતે મંત્રીએ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીના મંદિરમાં પહોંચી મા અંબાના દર્શન કર્યા હતા. મંદિરના મહારાજ દ્વારા તેમને ચૂંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું.મહારાજ દ્વારા તેમને પાવડી મુકીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ત્યારબાદ તેમણે મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.અંબાજી મંદિર ખાતે હાલમાં વિવિધ મંત્રીઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રીએ પણ માતાજીના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ પરત ગયા હતા.

અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો સિવાય ઘણાય વીઆઈપી લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે નેતાઓ,અભિનેતાઓ બિઝનેશમેન સહીત ઘણા વીઆઈપી લોકો પણ માતાજીના મંદિરમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ પ્રથમ વખત મંત્રી બન્યા બાદ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, સોશ્યિલ જુસ્ટિસ એન્ડ એમ્પવર્મેન્ટ.વિભાગનો તેઓ હવાલો સંભાળે છે . પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેમણે અંબિકેશ્વર મહાદેવ ખાતે શિવજી ને જળ અર્પણ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *