






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર માં બે દીકરી ના લગ્ન માં સ્વર્ગીય . માતા મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વર ના જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષભાઈ પટેલ ની પત્નીનું એક વર્ષ પૂર્વે અવસાન થયું હતું. જોડિયા બે દીકરી ના લગ્ન માં માતા ની કમી મહેસુસ ન થાય તે માટે પિતા એ પત્ની ની સિલોકન ની રિયાલિસ્ટિક મૃતિ બનાવી લગ્ન ના સ્ટેજ પર મૂકી દીકરી ઓ ને અનોખી ભેટ આપી હતી. વડોદરા ફાઈન આર્ટસ ના કલાકારો દ્વારા તૈયાર કરેલ મૂર્તિ જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.
“માં તે માં બાકી બધા વગડા ના વા ” કંઈક આ કહેવત માતા ના અસ્તિત્વ ગાથા દર્શાવે છે. ત્યારે માતા ની છત્ર છાયા ગુમાવનાર દીકરી ઓ તેમના જીવન નો નવો અધ્યાય રૂપી લગ્ન જીવન વડે નવા ધરે અને નવા દામ્પત્ય જીવન માં પ્રવેશી હોય છે. જે સૌથી અમૂલ્ય પ્રસંગ માં માતા જ ન હોય તો દીકરી ની અશ્રુભીની આખો વડે માતા ની કમી ખુશી માં ખલેલ પહોંચાડે છે. ત્યારે પિયુષભાઇ પટેલ ની વ્હાલસોયી દીકરી દ્રષ્ટિ અને સૃષ્ટિ માટે પિયુષભાઈ પટેલે . અનોખી ભેટ આપવાનું વિચાર્યું હતું. અને પોતાના મિત્ર ના સહયોગ થી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજ ની મદદ થી સ્વર્ગીય પત્ની દક્ષાબેન પટેલ ની મૂર્તિ તૈયાર કરાવી હતી જે પિયુષ પટેલે બંન્ને દીકરીઓ ને લગ્ન ના દિવસે સરપ્રાઈઝ આપવા નું નક્કી કર્યું હતું .પિયુષ પટેલે સ્વર્ગીય પત્ની દક્ષાબેન ની પ્રતિમા ને ઝગડીયા ના રાણીપુરા ગામ ખાતે લગ્ન સ્થળ પર સ્ટેજ પર ખુરશી સફેદ ગિફ્ટ કવર રાખી હતી.બંન્ને દીકરી ઓ જ્યારે સ્ટેજ નજીક આવ્યા હતા 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિયુષભાઈ પટેલ પરદો ઉઠાવતા બંન્ને દીકરી ઓ ની ખુશી નો પાર ન રહ્યો એ ખુશી ના આંસુ સાથે દીકરી ની આંખો છલકાઈ ઉઠી હતી. તો આ દ્રશ્ય જોઈ સૌ મહેમાન અને મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતા. અને ગ્રહશાંતિ કરતા પિયુષ પટેલે પોતાની બાજુ માં સ્વર્ગીય પત્ની દક્ષાબેન ની પ્રતિમા ને સાથે રાખી ગ્રહશાંતિ પુરી કરી હતી ત્યારે દીકરી ના લગ્ન માં પોતાની સ્વર્ગસ્થ પત્ની ની સિલિકોન ની મૃતિ તમામ પરિવાર સભ્યો ઉપસ્થિત રહેતા પરિવાર ના એક પણ સદસ્ય કમી વગર આખો પરિવાર જાણે લગ્ન માં પોતાની હાજરી આપી મૃતિ મંદ માતા એ બંને દીકરીને આશિર્વાદ આપ્યા હતા.