સુરત જીલ્લા માંડવી ના શઠવાવ ધર્મજાગરણ સમન્વય દ્વારા ઈતિહાસ માં સૌપ્રથમવાર કોટવાળીઆ સમાજ નુ સંમેલન યોજાયું

રિપોર્ટ, મયુર પટેલ

મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા

જનજાતિ સમાજ માં અતિ પછાત સમાજ એટલે કોટવાળીઆ સમાજ જે સમાજ જંગલ માં રહીને વાંસ કાપી વિવિધ બનાવટો બનાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતો સમાજ એટલે કોટવાળીઆ સમાજ જે સમાજ ને શિક્ષણ થી જાગૃત થાય અને વ્યસનો થી મુક્ત થાય એવા આશય સાથે ધર્મ જાગરણ સમન્વય દ્વારા સંમેલન નુ આયોજન કરવામાં આવ્યુ હતું સંમેલનની શરૂઆત પરંપરાગત કોઠારી દેવપૂજન થી કરી કાર્યક્રમ માં સમાજ ની ઝાંખી , દેવ નાચણું ,ઘૈરેયા નૃત્ય,ગીતસાથે ડોવળા નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સમાજની પરંપરાઓ થી સૌને માહિતગાર કર્યા , કાર્યક્રમ માં ધર્મ જાગરણ પ્રાંતના અધિકારી સત્યમજીરાવ, ધર્મેન્દ્રસિંહ રાણા, વિભાગના અશ્વિનભાઈ ચિખલીઆ જીલ્લા સંયોજક શ્રી જીગ્નેશભાઈ પટેલ પરિયોજના પ્રમુખ રાયસિંગભાઈ ચૌધરી સહિત આગેવાનો રહ્યા હતા જનજાતિ કલ્યાણ આશ્રમ પ્રાંત કલા આયામ ના સદસ્ય શ્રી નટુભાઈ ચૌધરી અને મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત કાર્યક્રમ નુ સંચાલન નવજીભાઈ કોટવાળીઆ એ ખુબ સરસ રીતે કર્યુ હતું કોટવાળીઆ સમાજ ના વડીલો ,યુવાનો ,માતાઓ બહેનો બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *