
જામનગર (ભરત ભોગાયતા)
કેન્દ્રિય નાણા મંત્રી શ્રીમતી નિર્મળા સીતારામનજી એ દેશના સતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ ધરાવતું બજેટ રાષ્ટ્ર ને અર્પણ કરેલ છે. મધ્યમ વર્ગ માટે રૂપિયા ૭ લાખ સુધી આવક ને ટેક્સ માંથી મુક્તિ આપવાની જાહેરાત સાથે આરોગ્ય ક્ષેત્રે નવી ૧૫૭ નર્શિંગ કોલેજ અને મેડીકલ કોલેજ માટે રોકાણ કારો ને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. તદ ઉપરાંત યુવાનો ને સ્વરોજગારી, ખેડૂતો માટે ક્રેડીટ કાર્ડ થી રૂપિયા ૨૦ લાખ લોનની જાહેરાતવારા બજેટને રાજ્ય ના પૂર્વ મંત્રી અને જામનગર ૭૮ ના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) એ આવકારીયું હતું.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશ ના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીસાહેબ ના માર્ગ દર્શન હેઠળ નાણામંત્રી શ્રીમતી નિર્મળા સીતારામનજી એ બજેટ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ની મુદત વધારવાની જાહેરાત કરી છે. આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોરોના ની મહામારી વચ્ચે આર્થીક સુધારા સાથે કઠીન પરિસ્થીતીઓમા પણ કોઈ પણ પ્રકાર ના નવા ટેક્ષ નાખ્યા વગર ખેડૂતો ની આવક બમણી કરવાની દીશા આપનારું આ બજેટ છે. આ બજેટ થી આગામી દિવસોમાં ભારત દુનિયાની સોથી ઝડપી આગળ ધરાવતી ઇકોનોમિક બનશે તેમાં કોઈ શંકા નથી. ખેડૂતો માટે લોન ની જાહેરાત, રેલ્વે ના વિકાસ માટે રૂપિયા ૨.૪૦ લાખ કરોડ ની જોગવાય કરવામાં આવી છે. તેમજ મહિલાઓ માટે વિશીસ્ટ બચત યોજના માટે જાહેરાત કરવામાં આવી છે. જે ક્રાંતિકારી બની રહેશે. પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા એ વિશેષ માં જણાવ્યું હતું કે બજેટ માં જામનગર ના ધોરીનશ સમાન બ્રાસ ઉદ્યોગ ને વેગમળે તેવી જોગવાઇ કરવાથી ઉદ્યોગકારોમાં ખુશી ની લહેર ફેલાય છે. કૃષિધિરાણ માં ૨૦ લાખકરોડ ની જોગવાય કરવામાં આવશે. જામનગરના રેલ્વે સ્ટેસન ને મોર્ડન સ્ટેશન બનાવાશે.
જામનગરવાસીઓ એ પણ કેન્દ્રિય બજેટ ને લાભકારી ગણાવ્યુ હતું. કેન્દ્ર સરકાર ના વિકાસલક્ષી બજેટ રજુ કરવા બદલ તેમજ દેશ ના તમામ વર્ગ ને સમર્પિત અર્થવ્યવસ્થા ને મજબુત બનવાના અભીગમ વાળું બજેટ રજુ કરવા બદલ આનંદ ની લાગણી સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા એ નાણામંત્રીશ્રી ને અભિનંદન આપ્યા હતા આમ આ બજેટ ખરા અર્થ માં સૌનો સાથ – સૌનો વિકાસ – સૌનો વિશ્વાસ સાર્થક બનશે