ઠાસરા ખાતે ગળતેશ્વર તાલુકા ની સયુંકત કારોબારી યોજાઈ

ભારતીય જનતા પાર્ટી ની સંગઠન પ્રણાલી મુજબ દીલ્હી ખાતે પ્રથમ રાષ્ટ્રીય કારોબારી યોજાઈ ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પ્રદેશ કારોબારી યોજાઈ ત્યારબાદ નડીયાદ કમલમ્ ખાતે પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફીયા સાહેબ તથા સકુતલાબેન ની ઉપસ્થિત મા ખેડા જિલ્લા કારોબારી યોજવામાં આવી હતી એજ ક્રમ અનુસાર ઠાસરા વિધાનસભા ખાતે ઠાસરા તાલુકા,ગળતેશ્વર તાલુકા, અને ઠાસરાશહેર મંડલ ની સયુંકત કારોબારી યોજવામાં આવી હતી જેમાં પાર્ટી ની પ્રણાલી મુજબ ભાજપ પરીવાર ના મૃત્યુ પામેલા લોકો તથા તાજેતરમાં તુર્કી ખાતે ભુકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધાજંલી આપતો શોક પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અનેક પ્રકારના આભાર પ્રસ્તાવ પસાર કરવા મા આવ્યા હતા આગામી પાર્ટી ના કાર્યક્રમો ની ચર્ચા કરવા મા આવી તથા ઠાસરા વિધાનસભા ચૂંટણી મા રેકોર્ડ તોડ ભવ્ય જીત મેળવી ને ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર સિંહ પરમાર (બકાભાઈ) નુ સન્માન કરવામાં આવ્યું અને સર્વે કાર્યકરો, મતદારો નો આભાર માનવા મા આવ્યો હતો આ કારોબારી મા પ્રદેશ કારોબારી સભ્ય શ્રી વિનુભાઇ પટેલ,નવ નિયુકત ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર સિંહ પરમાર,ઠાસરા સંગઠન પ્રભારી શ્રી વિશાલ ભાઈ જેસ્વાણીજી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશ ભાઈ પટેલ,ત્રણેય મંડલ પ્રમુખો, શૈલેશ ભાઈ પટેલ, લક્ષ્મણ સિંહ પરમાર,રણછોડભાઈ પંચાલ, મહામંત્રી શ્રી ઓ તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ના સભ્યો,કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *