વાલોડ તાલુકાના બુટવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી ની બેઠક યોજાઈ

રિપોર્ટ ,મયુર પટેલ

ભારતીય જનતા પાર્ટીની વાલોડ તાલુકાની કારોબારી બેઠક બુટવાડા ખાતે જિલ્લા અધ્યક્ષશ્રી ડો જયરામભાઈ ગામીત ની અધ્યક્ષતામાં તેમજ ૧૭૦ મહુવાના ધારસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા ,સુ. ડી.કો.ઓપ.બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ,વાલોડ APMC ના ચેરમેન શાંતુભાઈ પટેલ વાઇસ ચેરમેન ઉદયભાઈ દેસાઈ તથા જિલ્લાના મહામંત્રીશ્રીઓ પંકજભાઈ ચૌધરી વિક્રમભાઈ તરસાડિયા,વાલોડ તાલુકા સંગઠન પ્રભારીશ્રી બીપીનભાઈ ગામીત, ડો નિલેશભાઈ ચૌધરી,વાલોડ તાલુકા સંગઠન પ્રમુખશ્રી ટીંકલભાઈ પટેલ,મહામંત્રીશ્રી ધવલભાઈ શાહ ,કાર્તિક ભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં માં મળી વાલોડ તાલુકા સંગઠ દ્વારા મહુવા વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમોહન ભાઈ ધોડિયા અને નિઝર વિધાનસભા ના ધારાસભ્ય શ્રીજયરામ ભાઈ ગામીત ને ગત વિધાનસભા ની ચુંટણી માં ખુબજ જંગી મતોથી વિજયી થવા બદલ વાલોડ તાલુકા ભાજપ દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા તથા વિધાનસભા ની ચુંટણી ના કનવિનર અને સુ.ડી.કો-ઓપ.બેન્કના ચેરમેન નરેશ ભાઈ પટેલ તથા સહ કન્વીનર ઉદયભાઈ દેસાઈ ને પણ ભવ્ય વિજય અપાવવા બદલ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *