આહવા ખાતે યોજાયો નવ ચેતના જાગરણ ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

શાંતિકુંજ-હરિદ્વારના માર્ગદર્શન હેઠળ ગુરૂદેવ શ્રી રામ શર્મા આચાર્યના પ્રતિનિધિરૂપ સંતોની ટીમની ઉપસ્થિતિમાં આહવા ખાતે નવ ચેતના જાગરણ ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ
કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી.

કાર્યક્રમના ભાગરૂપે આહવાના રંગ ઉપવન ખાતેથી નિકળેલી કળશયાત્રા, શોભાયાત્રા, આહવા નગરમાં ફરીને નવ જાગરણનો ઋષિસંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. આ યાત્રામાં ધવલીદોડના કલાકારો દ્વારા ડાંગી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યે આકર્ષણ ઉભું કર્યું હતું. હરિદ્વારથી પધારેલા સંતોએ સત્સંગ કરી નગરજનોને ઋષિસંદેશો આપ્યો હતો.

નિયત કાર્યક્રમ મુજબ તા.૯ અને ૧૦ ફ્રેબ્રુઆરીએ સવારે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધીમાં ગાયત્રી મહારજ્ઞમાં ગ્રામજનો ભાગ લેશે. જેમાં ખાસ કરીને ગામ લોકો માટે વિના મૂલ્યે વિવિધ સંસ્કારમાં પુઃસવન સંસ્કાર, નામકરણ સંસ્કાર, અન્નપ્રાસન, મુઅડન, વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞોપવિત જેવા સંસ્કારો પણ વિના મૂલ્યાંક ગામ લોકોને કરી આપવામાં આવશે.

આયોજક ડાંગ જિલ્લા પ્રભારી મનુભાઈ બી.પટેલ, ઉપઝોન ગાયત્રી ચેતના કેન્દ્ર-સુરતના પુનાભાઈ પટેલ, અને નવસારી ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ શ્રી હિતેશ દેસાઈના સંયુક્ત આયોજનથી આ કાર્યક્રમ ડાંગ જિલ્લામાં યોજાઇ રહ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *